રાજકોટઃ વર્લ્ડ ઓર્ગન ડોનેશન ડે નિમિત્તે ૧૩મી ઓગસ્ટે રાજકોટની કણસાગરા કોલેજની વિદ્યાર્થિનીઓ સહિત ૪૪૪૪ મહિલાઓએ અંગદાન કરવાનો એકસાથે સંકલ્પ લીધો હતો. એકસાથે એક જ સ્થળે ઓર્ગન ડોનેશન માટે સંકલ્પ લેનારી મહિલાઓએ આ વિક્રમ માટે રાષ્ટ્રીય કક્ષાના ‘લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં દાવેદારી નોંધાવી છે. આયોજકોના કહેવા મુજબ આ રેકોર્ડ માટેની આવશ્યકતાઓ સફળતાથી પૂર્ણ કરી લેવાઈ છે. રાજકોટની જીવતદાન ફાઉનસેના સહયોગથી આયોજિત માનવ સેવાના આ ઐતિહાસિક ઉપક્રમમાં ૪૫૦૦થી વધુ મહિલા યુવતીઓએ પોતાનો જમણો હાથ પ્રતિઞ્જાની મુદ્રામાં આગળ કરી રાષ્ટ્રીય ભાષામાં હું અંગદાનની પ્રવૃત્તિને ટેકો આપું છું. હું અંગદાનમાં માનું છું. સામુહિક શપથ લીધા હતા. જેમાં ૧૮ વર્ષ કોલેજિયન યુવતીઓ સાથે ૯૬ વર્ષના વૃદ્ધા રમાબહેન સોનેલજી પણ અંગદાનનો સંકલ્પ લઈ અન્યો માટે પ્રેરણાસ્રોત બન્યા હતા.