અમદાવાદઃ આવકવેરા વિભાગના અધિકારીઓએ રાજકોટમાં ૨૬મી અને ૨૭મીએ પાડેલા દરોડામાં મોટી માત્રામાં જમીન ખરીદી અને બેનામી મિલકતોના દસ્તાવેજો જપ્ત કર્યા છે. અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુની એન્ટ્રીઓ મળી છે જે આવકવેરા વિભાગને શંકાસ્પદ લાગી રહી છે. એકસાથે ૪૪થી વધુ સ્થળે પાડવામાં આવેલા દરોડામાં ૨૫૦ આયકર અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત પોલીસ સ્ટાફ પણ જોડાયો હતો. રાજકોટમાં આ વિક્રમજનક રોકડ સીઝર ગણાવાઈ રહ્યું છે.
આઈટી સ્ટાફનું રૂ. ૨.૭૦ લાખનું જમણ!
દરોડા દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટના અધિકારીઓ અને કર્મચારીઓ માટે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર આવેલી પંચતારક હોટેલમાંથી તમામ કર્મચારીઓ, પોલીસ, ડ્રાઇવરો વગેરેનું ભોજન મંગાવવામાં આવ્યું હતું. ૪૫૦ વ્યક્તિઓના ભોજનનું બિલ રૂ. ૨ લાખ ૭૦ હજાર થયું હતું.