રાજકોટ: સૌરાષ્ટ્રમાં આવેલા અને રાજકોટ તાલુકા વિસ્તારમાં વિકાસશીલ ગણાતા રાજસમઢિયાળા ગામમાં વર્ષ ૧૯૮૩થી કોઇપણ પક્ષ માટે અથવા તો કોઈ પણ જાતની ચૂંટણી માટે કોઈ પણ જાતનો ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી કે કોઈ જાતની સભા-સરઘસ યોજવાની મંજૂરી નથી. ૩૬ વર્ષ પહેલાં ગામમાં પોલિટિકલ પ્રવૃત્તિનું દૂષણ ન પ્રવેશે તે માટે ઘડાયેલા નિયમોનું આજેય ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, તો બીજી બાજુ કોઈ પણ ચૂંટણી હોય મતદારોને મતદાન કરવું ફરજિયાત છે. કોઈ મતદાર મતદાન ન કરે તો ગ્રામપંચાયત દ્વારા બીજા દિવસે જ તેની પાસેથી રૂ. ૫૧નો દંડ વસુલાય છે.
૯૦ ટકાથી ૯૬ ટકા મતદાન થાય છે
ગામમાં દરેક ચૂંટણીમાં ૯૦થી ૯૬ ટકા મતદાન થાય છે. ગત વિધાનસભામાં ૯૬ ટકા, ગત લોકસભામાં ૯૦ ટકા મતદાન થયું હતું.
અગાઉ દરેક ચૂંટણીમાં ચારથી પાંચ જ લોકો મતદાન કરતા ન હતા, પરંતુ હવે લગભગ બધા કરે છે. લગ્ન પ્રસંગનું કે હોસ્પિટલ જેવા કારણોમાં દંડમાંથી મુક્તિ અપાય છે.