ગાંધીનગરઃ એશિયાઈ સિંહના મોતની ચિંતાજનક સંખ્યા તાજેતરમાં બહાર આવી છે. આ સંખ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં ૧૧૦ સિંહ અને ૯૪ સિંહ બાળ મળીને ૨૦૪ સિંહના મોત થયાં હોવાનું સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું છે. બે વર્ષમાં ૩૩૧ દીપડાના મોત થયાં છે. તાલાળાના ધારાસભ્ય ભગાભાઈ બારડના પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭માં ૪૩ સિંહ અને ૩૮ સિંહબાળ મળી કુલ ૮૧ સિંહોના અને ૧૪૮ દીપડા અને તેના બચ્ચાંના મોત થયા હતા. વર્ષ ૨૦૧૮માં ૬૭ સિંહ અને ૫૬ સિંહ બાળ મળીને ૧૨૩ સિંહોના અને ૧૮૩ દીપડાના મોત થયા હતા.