જૂનાગઢઃ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ૯મી ફેબ્રુઆરીએ ઉત્સાહપૂર્વક માહોલમાં સંપન્ન થઈ હતી. આ વખતની સ્પર્ધામાં પ્રથમ વાર ચિપ ટાઈમિંગ સિસ્ટમ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. જેના માટે બેંગલુરુથી ખાસ ટીમ આવી હતી. આ સ્પર્ધાના પરિણામોની પણ તમામ સ્પર્ધકોને એસ.એમ.એસ દ્વારા જાણ કરાઈ હતી.
ગુલાબી ઠંડીમાં સવારે ૭.૦૦ વાગ્યે મેયર ધીરુભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, ડેપ્યુટી મેયર હિંમાશુ પંડ્યા, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા, યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટર પ્રદીપભાઈ ખિમાણી, નાયબ કલેકટર જવલંત રાવલ તથા અગ્રણી નેતાઓ અને અધિકારીઓની હાજરીમાં ફ્લેગ ઓફથી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો.
આ સ્પર્ધામાં કુલ ૫૦૪ સ્પર્ધકો હતા. સ્પર્ધામાં ભાઈઓ માટે અંબાજી સુધી ૫૫૦૦ પગથિયા ૯૦ મિનિટમાં ચડીને ઉતરવાના હતા અને બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયા ૭૫ મિનિટમાં ચડીને ઉતરવાના હતા. ૪૦૬ પૈકી ૨૦૫ સ્પર્ધકોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી.
સ્પર્ધામાં સિનિયર ભાઈઓમાં જૂનાગઢના પરમાર લાલાભાઈ અને બહેનોમાં ભૂત ભૂમિકા પ્રથમ સ્થાને રહ્યા હતા. વિજેતા સ્પર્ધકોને રાજ્ય સરકાર તરફથી રૂ. ૫.૫૦ લાખના રોકડ પુરસ્કાર ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયાં હતા. ચારેય વિભાગમાં પ્રથમને રૂ. ૫૦ હજાર, દ્વિતીયને રૂ. ૨૫ હજાર અને તૃતીયને રૂ. ૧૫ હજાર રોકડ પુરસ્કાર અપાયો હતો.
વિજેતાઓની યાદી
સિનિયર ભાઈઓ
૧. પરમાર લાલા ચીમનભાઈ (ગુજરાત) ૫૫.૫૩
૨. બિજેન્દ્રકુમાર (હરિયાણા) ૫૯.૨૯
૩. સોલંકી અનિલ બાબુભાઈ (ગુજરાત) ૫૯.૫૯
૪. સોલંકી જયેશ ડાહ્યાભાઈ (ગુજરાત) ૧.૦૧.૧૦
૫. ભાલિયા સોમાત (ગુજરાત) ૧.૦૧.૩૬
જુનિયર ભાઈઓ
૧. નિશાદ લલિત મીઠાઈલાલ (ગુજરાત) ૫૬.૨૦
૨. સંદીપ (હરિયાણા) ૧.૦૨.૦૩
૩. રામ જયકુમાર (ગુજરાત) ૧.૦૪.૦૬
૪. બાંભણિયા પ્રવીણ (ગુજરાત) ૧.૦૪.૧૨
૫. દીપકસિંગ (ઉત્તર પ્રદેશ) ૧.૦૫.૧૨
સિનિયર બહેનો
૧. ભૂત ભૂમિકા દુર્લભજી (ગુજરાત) ૩૮.૧૯
૨. ઝાંખર પ્રિન્સી (હરિયાણા) ૩૯.૨૮
૩. ગરચર વાલી અરજણભાઈ (ગુજરાત) ૪૦.૫૦
૪. સોલંકી દીપિકા રમેશભાઈ (ગુજરાત) ૪૨.૩૬
૫. સીમા ચૌહાણ (મધ્ય પ્રદેશ) ૪૪.૫૦
જુનિયર બહેનો
૧. તામસાસિંગ (ઉત્તર પ્રદેશ) ૩૫.૧૮
૨. રીતુરાજ (હરિયાણા) ૩૭.૦૯
૩. કથુરિયા શ્યારા (ગુજરાત) ૩૮.૩૩
૪. વાળા પારૂલ નારણભાઈ (ગુજરાત) ૩૯.૦૬
૫. જાડા રીંકલ (ગુજરાત) ૩૯.૪૮