રાજકોટઃ જેતપુર પોલીસ મથકમાં હથિયારના ગુનામાં સંડોવાયેલા માણસને મારકૂટ ન કરવા સહિતના મામલે ડીવાયએસપી અને અન્ય પોલીસકર્મીઓ દ્વારા રૂ. ૧૦ લાખની રકમની માગ થઈ હતી. આ કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોના સ્ટાફે ધોરાજી હાઈવે પરની હોટલમાં પોલીસમેન વિશાલ સોનારાને રૂ. ૮ લાખની લાંચ લેતા ઝડપી લીધો હતો અને ડીવાયએસપી જે. એમ. ભરવાડ ફરાર થઈ ગયા હતા. ભરવાડે ધોરાજી કોર્ટ અને હાઈ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરતા નામંજૂર થઈ હતી. જોકે ભાગેડુ જાહેર કરાયેલા ભરવાડે આગોતરા જામીન માટેથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આગોતરી જામીનની અરજી મંજૂર કરવામાં આવી હતી.