વેરાવળ: મિસ્કીન કોલોનીમાં મેમુદાબહેન અલરખા સેલત (ઉ. ૭૫) અને તેમના ૫ પુત્રોનો પરિવાર રહેતો હતો. મેમુદાબહેન, સાજિદ અને ઇમરાન એક સાથે રહેતા હતા. સાજિદ (ઉ. ૩૦)ની પત્ની રિસામણે છે. થોડા દિવસથી દીકરાને પણ રોજ માતા સાથે જમવા બાબતે ઝઘડતો થતો રહેતો. તાજેતરમાં સાંજે ૬ વાગ્યાના અરસામાં પુત્રએ માતાને કહ્યું કે, રોટલી આવી કેમ બનાવી? એ પછી તે ઝઘડો કરવા લાગ્યો હતો. પછીથી માતાના મોઢા પર મુક્કા મારી તેમની ચૂંદડી વિંટાળી માથું જમીન પછાડી હત્યા કરી નાંખી હતી. માતાનું મૃત્યુ થયા બાદ સાજિદ ઘરમાં જ બેઠો રહ્યો હતો. જ્યારે તેનો નાનો ભાઇ ઇમરાન ઘરમાં આવ્યો ત્યારે તેણે સાજિદને બેઠેલો જોયો અને મેમુદાબહેનને જમીન પર પડેલા જોયાં. રસોઇ અને સાજિદનું ભાણું જોઇ ઈમરાને પોતાના ભાઇ મુસ્તાફ અને ભાભીને વાત કરી હતી. જેથી મુસ્તાફે પોલીસને જાણ કરતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવી. મૃતદેહને પીએમ માટે મોકલાયો હતો અને ઘરના રસોડામાં રહેલા લોકો, સાજિદ અને ઇમરાનને ઘટનાસ્થળેથી પોલીસ સ્ટેશન લાવ્યા હતા. જ્યાં પોલીસે પૂછપરછ
કરતાં સાજિદે માતાની હત્યા કર્યાનું સ્પષ્ટ થયું હતું.
પોલીસે મુસ્તાફની ફરિયાદના આધારે સાજિદ સામે ગુનો નોંધ્યો હતો.