લોકડાઉનને કારણે અટકેલી મોરારિબાપુની કથા શરૂ થશે

Monday 08th February 2021 12:05 EST
 

અમરેલીઃ રામકથાકાર મોરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ ૮૪૨ રામકથા કરી છે, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી ૮૪૩મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને કોરોના મહામારીનું બિહામણું રૂપ સામે આવ્યું હતું. રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરના નામે ભવ્ય હોસ્પિટલનું નિર્માણ હાથ ધરાયું છે. આ હોસ્પિટલના લાભાર્થે અહીં મોરારિબાપુએ ૧૪ માર્ચ ૨૦૨૦થી કથાનો આરંભ કર્યા હતો. ત્રણ દિવસની કથા બાદ વિરામ આપી દેવાયો હતો. હવે ૧૩ માસ બાદ બાકીના ૬ દિવસની કથા આગામી ૨૦ એપ્રિલથી આગળ ધપશે. તેવું મોરારિબાપુના નજીકના લોકોએ જણાવ્યું છે. આ પહેલી કથા હશે, જે આટલા લાંબા સમયે અને બે તબક્કે પૂર્ણ થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter