જસદણ: મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઈરિગેશન યોજના અંતર્ગત લિંક-૪ હેઠળના આકડિયા ડેમમાં આવેલા નર્મદા નીરનાં નવમી જૂને વધામણા કર્યાં હતાં. રૂ. ૧૬૬૭ કરોડના ખર્ચે નંખાયેલી નર્મદા પાઈપલાઈનનું લોકાર્પણ થતાં જસદણની પાંચાળભૂમિનો આ ડેમ અઢી દાયકા બાદ છલોછલ ભરાયો છે. રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે ચોમાસામાં વરસાદ ન પડે તો પણ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. સૌની યોજના હેઠળ સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે નર્મદાના પાણી પહોંચાડવામાં આવશે.
આજી ન્યારી લાલપરી ભરાશે
રાજકોટ શહેરના આજી ડેમમાં પણ ટૂંક સમયમાં નર્મદાના પાણી પહોંચશે. આગામી ૨૯મી જૂને વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજી ડેમમાં નર્મદાના નીરના વધામણા કરશે. આજી સાથે ન્યારી, લાલપરી જળાશયો પણ નર્મદાના પાણીથી ભરાશે.