જામનગરઃ નગરસીમમાં પાંચ હજારની વસ્તી ધરાવતા વિભાપર ગામમાં વસ્તા લોકોને વર્ષો પહેલાં ઘણા ખરાબ અનુભવો થતાં ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં એક ઠરાવ પસાર કર્યો હતો. એ ઠરાવ મુજબ પોતાના ગામની રક્ષા ખુદ ગ્રામજનો દ્વારા કરાશે તેવું આયોજન હતું. તે સમયથી લઇને દરરોજ ગામના ૪૦ પુરુષો રાત્રે જાગરણ કરીને પોતાના ગામની રક્ષા કરે છે. જેના પગલે છેલ્લા ત્રીસેક વર્ષથી ગામમાં એક પણ ચોરીનો બનાવ નોંધાયો જ નથી.
ગામના સરપંચ માવજીભાઇ મેંદપરા જણાવે છે કે, દોઢ વર્ષ પહેલા ગ્રામજનોની કામગીરીને જોતાં સુપ્રીટેડેન્ટ દ્વારા તેઓને બિરદાવવામાં પણ આવ્યા હતા અને રાત્રી જાગરણ માટે જરૂરી એવી લાકડીઓની ભેટ પણ આપવામાં આવી હતી.