વિશ્વ પ્રવાસે નીકળેલું ‘ડિસ્કવર વોયેઝર’ શિપ પોરબંદર આવ્યું

Wednesday 16th November 2016 06:23 EST
 
 

પોરબંદરઃ દેશ-વિદેશના પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીની ભૂમિ પોરબંદરની મુલાકાતે આવે છે. ખાસ કરીને વિશ્વપ્રવાસે નીકળેલા વિદેશી પ્રવાસીઓ અવારનવાર પોરબંદરના આંગણે આવે છે. ૧૩મીએ ૫૪૦ પૈકી ૩૦૦ જેટલા બ્રિટીશ સિનિયર સિટીઝન ગાંધી જન્મભૂમિ પોરબંદર આવી પહોંચ્યા હતા અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. અંદાજે ૫૪૦ બ્રિટીશ નાગરિકોને લઈને ડિસ્કવર વોયેઝર નામનું જહાજ વિશ્વપ્રવાસે નીકળ્યું છે. આ જહાજ ૧૩મીએ વહેલી સવારે પોરબંદરના ઓલવેધર પોર્ટ ખાતે આવી પહોંચ્યું હતું. ૩૦૦ જેટલા સિનિયર બ્રિટીશરો જ્યારે કીર્તિમંદિર આવ્યા ત્યારે ગુજરાત પ્રવાસન વિભાગ અને કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા ભારતીય પરંપરા મુજબ તેમનું કુમકુમના તિલકથી સ્વાગત કરાયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter