વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટની શ્રીજી ગૌશાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગૌશાળામાં ગૌપ્રેમીઓએ ગાયમાતાને ભેટીને ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી હતી. શ્રીજી ગૌશાળાના સંચાલકે જણાવ્યું કે, વેલેન્ટાઈન ડેએ ગુજરાતમાં પ્રથમ વખત ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરવામાં આવી છે. સંચાલકે કહ્યું કે, યુવાનોને ગૌ-સંસ્કૃતિ તરફ વાળવા આ કાર્યક્રમ યોજાયો હતો.