દ્વારકા:શરદપૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત રાસોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. નિજ મંદિરમાં આવેલા ભોગ ભંડારના પટાંગણમાં મુખ્ય પૂજારી તેમજ મુરલી પૂજારી પરિવાર દ્વારા રાત્રે ૮:૦૦ વાગ્યાથી ૯.૪૫ સુધી રાસોત્સવનું આયોજન કરાયું હતું. રાસોત્સવ પહેલાં દ્વારકાધીશને મયુરમુકૂટ પરિધાન કરાવાયો હતો. જગતમંદિરમાં સંધ્યા આરતી પછી મંદિર પરિસરમાં શરદોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.