દ્વારકા: સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક શિવરાજપુરના સમુદ્ર કિનારે વિશાળ અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બ્લુ ફ્લેગ બીચ વિકસ્યો છે. અહીં પર્યટકો વિશ્રામ - નિવાસ કરીને દરિયાઇ પ્રકૃતિનો આનંદ માણી શકશે. ભારત સરકાર દ્વારા વલ્ડ બેંક પ્રાયોજિત ઇન્ટિગ્રેટેડ કોસ્ટલ-ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ અન્વયે શિવરાજપુરના દરિયાની પસંદગી કરવામાં આવી છે. હાલ આ બીચ પર હજારોની સંખ્યામાં પર્યટકો મુલાકાતે આવી રહ્યાં છે. વિશ્વમાં હાલમાં ૭૫ જેટલા બીચ પ્રખ્યાત છે. ૭૬માં અને એશિયાના બીજા નંબરના સુંદર બીચ તરીકે દ્વારકાના શિવરાજપુર બિચની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી છે. હાલ શિવરાજપુર બીચ પરથી બાવળો હટાવીને દરિયાકાંઠો વિકસાવાઇ રહ્યો છે. શિવરાજપુર બીચ પર વિશાળ સમુદ્ર કિનારાની મજા સાથે બોટિંગ, સ્કૂબા ડ્રાઇવિંગ, દરિયાના છીછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી રહી છે.