શિવરાજપુર બીચ વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન બનશે

Wednesday 31st July 2019 07:21 EDT
 

ગાંધીનગરઃ દેવભૂમિ દ્વારકા પાસેના શિવરાજપુર બીચને પર્યાવરણીય વ્યવસ્થાપન તથા ઈકો ટૂરિઝમને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી ભારતના સર્વપ્રથમ બ્લ્યુ ફ્લેગ બીચ તરીકે ડેવલપ કરવામાં આવશે. જે વર્લ્ડ ક્લાસ ડેસ્ટિનેશન તરીકે ઊભરી આવશે. વિધાનસભામાં પર્યાવરણ વિભાગની માંગણીઓની મંજૂરી વખતે મંત્રી જયદ્રથસિંહ પરમારે આ જાહેરાત કરી હતી. વર્લ્ડ ક્લાસ બીચ ડેવલપ કરવા માટે અગાઉ સરકારે સોમનાથ, પોરબંદર, દાંડી અને શિવરાજપુર બીચ માટે પૂર્વ શક્યતાદર્શી અભ્યાસ કરાવ્યો હતો. તેમાંથી શિવરાજપુરની પસંદગી કરી લેવાઈ છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter