રાજકોટઃ ગીરના અંતરિયાળ ગામડામાં ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારની દીકરી નિકિતા રાઠોડ અને રાજકોટના શ્રમિક પરિવારની દીકરી યશવી રામાણીની ન્યૂ યોર્કમાં ૧૪મી જૂને યોજાઈ ગયેલા જીનિયસ ઈન્ટરનેશનલ ઓલમ્પિયાડ-૨૦૧૬ના ક્રિએટિવ સાયન્સ વિભાગમાં પસંદગી થઈ છે. આ બંને વિદ્યાર્થિનીઓ રાજકોટની એલ. જી. ધોળકિયા સ્કૂલમાં ધોરણ-૯માં અભ્યાસ કરે છે. બંનેએ નકામા કચરામાંથી બનતી બોલપેનની સ્યાહી વિશેનો પ્રોજેક્ટ બનાવ્યો છે.