રાજકોટ: સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત સાગર’ ગ્રંથને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાયું છે. આ ગ્રંથમાં કુલ ૨૯ પુર, ૨૪૦૯ તરંગ અને ૧,૦૨,૫૬૪ દોહા, ચોપાઇઓ સામેલ છે. આ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથને ‘Thickest Book Published’ ટાઇટલ સાથે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન અપાયું છે. આ ગ્રંથ ભારતીય સંસ્કૃતિ, રાષ્ટ્રીય ભાષા અને શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયનો અજોડ ગ્રંથ છે. આવા અદભૂત ગ્રંથને વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન આપીને શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીને સન્માનિત કર્યા છે.
ભગવાન શ્રી સ્વામીનારાયણનાં જીવનચરિત્રો અને ઉપદેશોને પ્રોત્સાહિત કરવા અને જનકલ્યાણના હેતુથી આ રેકોર્ડ સર્જવામાં આવ્યો હોવાનું સાધુ અલૌકીકદાસ સ્વામીનું કહેવું છે.