સંઘ પરિવારના અગ્રણી ડો. પી. વી. દોશીનું દિલ્હી ખાતે નિધન

Wednesday 20th July 2016 08:13 EDT
 
 

રાજકોટઃ શહેરના ડેપ્યુટી મેયર દર્શિતાબહેન શાહના પિતા, સંઘ પરિવારના અગ્રણી ડો. પ્રફુલ્લભાઈ વી. દોશીનું ૧૩મી જુલાઈએ સાંજે ૭.૪૫ વાગ્યે દિલ્હી ખાતે ૭૭ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. પ્રફુલ્લભાઈ સહપરિવાર વડા પ્રધાન મોદીને ૪.૩૦ વાગ્યે તેમના દિલ્હીસ્થિત નિવાસસ્થાને મળ્યા હતા. ત્યાંથી હોટેલ પરત આવ્યા બાદ હૃદયરોગનો હુમલો આવ્યો તે જીવલેણ સાબિત થયો હતો. તેમના નિધનના સમાચાર મળતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વ્યથિત થઈ ગયા હતા અને થોડા કલાકો પહેલાં જ તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપતો સંદેશો તેમણે ફેસબુક પર શેર કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter