સગો ભાઈ બહેન પર ૧૬ વર્ષ દુષ્કર્મ આચરતો રહ્યાો

Monday 19th October 2020 05:55 EDT
 

રાજકોટઃ સગી બહેન પર છેલ્લા ૧૬ વર્ષ સુધી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ પરિવારને થતાં પરિવારે પીડિતાને હિંમત આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ૪૫ વર્ષની પીડિતાના ૨૨ વર્ષ પહેલાં જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયાં હતાં. તેને એક સંતાન પણ છે. લગ્નનાં સાત વર્ષ પછી પતિનું અકસ્માતમાં અવસાન થયું હતું. એ પછી વિધવા બહેનને ભાઈએ કહ્યું કે, તું એકલી કેવી રીતે રહીશ? અમારી સાથે રહેવા આવી જા. બહેન ભાઈ સાથે રહેવા આવી પછી ભાઈએ કહ્યું કે, મારી સાથે શરીર સબંધ બાંધ. કોઈને કહેતી નહીં. એમ મારકૂટ કરી - ધમકાવીને ભાઈ બહેન પર ૧૬ વર્ષ દુષ્કર્મ આચરતો રહ્યો. સમાજમાં બદનામીના ડરે વિધવા બહેન બધું સહન કરતી હતી. એ પછી પિયરે રહેતી વિધવાના ફરી જ્ઞાતિના રિવાજ મુજબ દિયરવટું કરાયું હતું અને પુત્રને લઈને પીડિતા સાસરે રહેવા ચાલી ગઈ હતી. બીજાં લગ્ન થતાં હવે નરાધમ ભાઈનાં પંજામાંથી મુક્ત થયાનું પીડિતા માનતી હતી જોકે ભાઈએ પીછો છોડયો નહોતો અને સાસરે પણ બહેનને રંજાડતો હોવાથી પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter