સરધારમાંથી જાલી નોટ સાથે બે મહિલા સહિત ત્રણ પકડાયા

Monday 29th October 2018 12:31 EDT
 

રાજકોટઃ સરધાર ગામેથી રૂ. ૨૦૦ અને ૫૦૦ના દરની ૮૭ જાલી ચલણી નોટ સાથે રાજકોટની મહાપાલિકામાં અપક્ષ ચૂંટણી લડનાર એક મહિલા, તેની સાગરીત અને નોટ છાપનાર માણસ મળી ત્રણને ઝડપી લેવાયા હતાં. ત્રણેયને એક દિવસના રિમાન્ડ મેળવવામાં પણ સફળતા મળી હતી. આ કેસમાં દૂધસાગર રોડ પર રિદ્ધિસિદ્ધિ સોસાયટીમાં રહેતી અને અગાઉ અપક્ષ તરીકે ચૂંટણી લડી ચૂકેલી મહિલા વહીદા હારૂનભાઇ રામોદિયા, એચ. જે. સ્ટીલ પાસેના હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં રહેતી સોની મંજુબહેન ભરતભાઇ રાણીંગા અને નોટ છાપી આપનાર કોઠારિયા રોડ પરના હુડકો કવાર્ટરમાં રહેતાં વસંત ઉર્ફે વસુ જનકભાઇ હાડાની ધરપકડ કરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter