સલાયાઃ ચાર માસ પહેલાં ઓમાનના દરિયામાં ફુંકાયેલા વાવાઝોડા વખતે ફસાઈ ગયેલા સાલાયના વહાણને ક્રેઈનની મદદથી બહાર કાઢી તેમાં ભરાયેલા પાણી બહાર કાઢવાની કામગીરી ચાલી હતી. વહાણ નીચે વાલ્વ ફિટ કરતી વેળાએ સલાયાના ચાર યુવાના ગૂંગળાઈ જવાના કારણે મોત થયાં હતાં. આ ચારેય યુવાનોનાં મૃતદેહોને સલાયા લાવવા માટેની કાર્યવાહી કરાઈ છે. વાવાઝોડા વખતે વહાણના તળિયાના ભાગે ફૂડ વાલ્વ ફિટ કરવા પહેલાં એક યુવાન ગયો હતો જે થોડા સમય સુધી બહાર નહીં આવતાં અન્ય યુવાનો એક પછી એક ગયા અને ચારેય ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. આ બાબતે ઓમાન સિક્યુરીટીને જાણ કરાતાં ચારેયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના મોત નિપજ્યાં હતા.