ધોરાજીઃ ભૂગર્ભ ગટરની નબળી કામગીરીના કારણે ચોમાસાની ઋતુમાં રસ્તાઓ લપસિયાં જેવા બની જતાં શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુદ્દે શહેરની મહિલાઓ દ્વારા પાંચમી અને છઠ્ઠી ઓગસ્ટે સળંગ બે દિવસ સુધી ચલાવાયેલા રસ્તા રોકો આંદોલન અને કોંગ્રેસ દ્વારા અપાયેલા ધોરાજી બંધના એલાન પછી વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતા પોરબંદર જિલ્લાના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયા દ્વારા કોઇ પ્રતિક્રિયા કે ભાજપ શાસિત નગરપાલિકાની નબળી કામગીરી અંગે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરમાં ઠેર ઠેર રાદડિયા ગુમ થયાના બેનર લાગ્યા હતા.