રાજકોટઃ રોટરી મિડટાઉન ક્લબ અને મહાનગરપાલિકા દ્વારા સતત ચોથા વર્ષે સાઈક્લોફનનું તાજેતરમાં આયોજન કરાયું હતું. ૧૫ ડિસેમ્બરે સવારે સાઈક્લોફન થકી ૧૫૦૦થી વધુ સાયકલવીરો જોડાતાં રાજકોટ સાઈકલમય બન્યું હતું. રાજકોટને ક્લિન એન્ડ ગ્રીન બનાવવાનો સંદેશ આપ્યો હતો. વહેલી સવારે રેસકોર્સની આર્ટગેલેરી પાસે તમામ સાઈકલવીરો એકઠાં થયા હતા. ત્યાં ૫-૪૫ કલાકે દીપપ્રાગટ્ય બાદ ૬ વાગ્યાથી ૫૦ કિમી સાઈકલ ચલાવનારા સાયકલવીરોને ફ્લેગઓફ અપાયું હતું તેમજ ૬-૩૦ વાગ્યાથી ૨૫ કિમી સાયકલ ચલાવનારા રાઈડરોને લીલીઝંડી અપાઈ હતી.
સાઈકલ રાઈડરો માટે રૂટ પર મેડિકલ ટીમની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ ઈવેન્ટમાં રાજકોટ મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મ્યુ. કમિશનલ ઉદિત અગ્રવાલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબહેન બાબરિયા, પૂર્વ ડે. મેયર દર્શિતા શાહ સહિતના ઉપસ્થિત
રહ્યા હતા.