રાજકોટ: સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ કોરિયામાં જે તલનું ટેન્ડર દર બે મહિને ખૂલે છે. આ વખતે ૬ હજાર ટન તલનું આખું ટેન્ડર ભારતને મળ્યું છે. આ બધા તલ સૌરાષ્ટ્રમાંથી જશે. જેનાથી ખેડૂતોને તલના ભાવ ૧૮૦૦થી વધારે મળે તેવી સંભાવના છે. તલના વેપારી વિજયભાઇ નાગ્રેચાના જણાવ્યું છે કે, કોરિયામાં દર બે ત્રણ મહિને તલનું ટેન્ડર ખૂલે છે. જેમાં ચીન અને સુદાનને ૩૫ ટકા હિસ્સો હોય છે. તો ભારત દેશનો હિસ્સો ૩૦ ટકા હોય છે, પણ આ વખતે કોરોના ઇફેક્ટ આ ટેન્ડરમાં પણ જોવા મળી છે.