પોરબંદરઃ પોરબંદર નજીકના પંખીના માળા જેવડા પારાવડા ગામની ખેડૂત પુત્રીએ પોરબંદર નજીકના પારાવાડા ગામે ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા સામતભાઈ સીડાની પુત્રી લીલુબહેન હાલમાં પાઇલટની તાલીમ લઈ રહી છે. ટૂંક સમયમાં તેઓ પાઈલટની તાલીમ પૂરી કરી આકાશને આંબશે. લીલુબહેને ધોરણ ૫થી ૧૨ સુધી પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો ત્યાર બાદ કમર્શિયલ પાઈલટ તરીકેના અભ્યાસ માટે અમદાવાદમાં એવિએશન એન્ડ એરોનોટિકલ ફ્લાઈંગ કલબમાં એડમિશન લીધું હતું. તેઓએ તાલીમ દરમિયાન હાલમાં સ્ટુડન્ટ્સ પાઇલટ લાઈસન્સ મેળવી ટ્રેનિંગ માટે આકાશમાં વિમાન ઉડાવી રહી છે. હવે આગામી (૧૦૦ કલાક)ની તાલીમ પૂર્ણ કરીને ઓફિશિયલ કમર્શિયલ પાઈલટ તરીકે આકાશમાં વિમાન ઉડાવશે.