સિંહનો ફોરેસ્ટ ગાર્ડ પર ઓચિંતો હુમલો

Wednesday 28th August 2019 08:30 EDT
 

અમરેલીઃ આંબરડી સફારી પાર્કમાં ૨૭મીએ સાંજે સાડા પાંચ વાગ્યે સિંહદર્શન પછી વન વિભાગનો સ્ટાફ પાર્કના પાંચેય સાવજોને પાંજરે પુરવાના કામે લાગ્યો હતો. બંધ બોડીની ફોરવ્હીલમાં સ્ટાફ સિંહોને પાંજરા તરફ દોરી જતો હતો. તે સમયે ફોરેસ્ટ ગાર્ડ સંજયભાઇ પી. તેરૈયા બાઈક પર હતા. તેઓ બાઇક લઇ પાંજરા નજીક પહોંચ્યા ત્યારે પાંજરામાં આવવામાં બાકી  એક સિંહે  પાછળથી સંજયભાઈનું ગળું પકડી લીધું જેથી તેઓ ઘાયલ થઇ ગયા. અન્ય કર્મચારીઓએ દેકારો કરતા સાવજ ભાગી ગયો હતો. ઘવાયેલા ગાર્ડ સંજયભાઇ તેરૈયાને સારવાર માટે ધારી દવાખાના પછી ત્યાંથી વધુ અમરેલી સિવીલમા રિફર કરાયા હતા. નવાઈની વાત એ છે કે આંબરડી પાર્કમાં સિંહે હુમલો કર્યાની આ પ્રથમ ઘટના છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter