વઢવાણઃ એચઆઈવીની દવાની પેટન્ટ મેળવનારા સુરેન્દ્રનગરના તબીબ ડો. મુકેશ શુક્લને પહેલી એપ્રિલે ISIS દ્વારા અરબી ભાષામાં ધમકીભર્યો પત્ર મળ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, તબીબ પોતાની એચઆઈવીની દવા અંગેની ફર્મ્યુલા ISISને નહીં આપે તો તેમનું ગળું કાપી નાંખવામાં આવશે. આ પત્ર સામે કોઈ પ્રતિક્રિયા ન આપનારા ડો. શુકલ ૨૨મી એપ્રિલે રાત્રે પોતાના સ્કૂટર પર દેશલભાગની વાવના રસ્તે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા માણસોએ તેમની પર કેમિકલ હુમલો કર્યો હતો. ડો. શુક્લને ટીવી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતાં પોલીસ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ડો. શુક્લને પણ સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ડો. મુકેશ શુક્લ આરોગ્ય સંસ્થા ‘હૂ’ના સભ્ય છે અને બાયોમેડિકલ સાયન્સમાં અનેક ક્ષેત્રે તેમણે સંશોધન કર્યાં છે.