જામનગર: દ્વારકાના ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકની એક વીડિયો ક્લિપ અને એક ઓડિયો ક્લિપ બહાર આવી છે જેમાં જાહેર મંચ પરથી આરટીઆઇ કરી માહિતી માગનારાઓને ગર્ભિત ધમકી આપી સુધરી જવા અન્યથા ત્રીજું નેત્ર ખોલવું પડશે એવું કહેતા સાંભળવા મળે છે.
લોકસભાની ચૂંટણી પૂર્વે પણ પબુભાએ જાહેર મંચ પરથી ભાષણ આપતા પિતો ગુમાવ્યો હતો અને આને ઉપાડી લો અને બે નાંખો કહેતા વિવાદ સર્જાયો હતો. હવે ફરી એક વખત આરટીઆઇ એક્ટિવિસ્ટોને ધમકાવતા હોય તેવા સૂરમાં તેઓને કહ્યું હતું કે, તમે ગમે તેટલી માહિતી માગો કે માથા પછાડો તમારા બાપથીયે કાંઈ થવાનું નથી તેવી ગર્ભિત ધમકી આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે.