વેરાવળઃ વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરી હતી. સોમનાથ મંદિર પરિસરમાં પાલખી યાત્રા પણ કાઢવામાં આવી હતી. સંધ્યા આરતી સુધીમાં 1,00,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં.