સોમનાથ મંદિર ટ્રસ્ટ બેઠક મોકૂફ

Monday 11th January 2021 06:08 EST
 

વેરાવળઃ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક ૧૧મીએ સાંજે છ વાગ્યે મળવાની હતી.
આ બેઠક પ્રધાનમંત્રી ઓફિસની સૂચના બાદ અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટના જનરલ મેનેજરે જણાવ્યું છે. થોડા સમય પહેલાં સોમનાથ મંદિર ટ્રસ્ટના ચેરમેન પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું અવસાન થતાં ચેરમેન પદ ખાલી પડ્યું હતું. જેના કારણે ટ્રસ્ટના નવા અધ્યક્ષની નિમણૂક કરવા સહિતના એજન્ડા સાથે વર્ચ્યુલ બેઠકનું આયોજન કરાયું હતું. આ વર્ચ્યુલ બેઠકમાં ટ્રસ્ટીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના ઓનલાઇન ઉપસ્થિત રહેવાના હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter