સોમનાથઃ ઈતિહાસમાં સોમનાથ મંદિર પર વારંવાર આક્રમણ થયાં હતાં. આ આક્રમણોમાં સોમનાથ મંદિર, સ્થાપત્યના આધાર સ્તંભો સમાન પ્રાચીન અવશેષો-શિલ્પો ખંડિત થયાં હતાં. સોમનાથમાં અદ્યતન ટુરિસ્ટ સેન્ટરમાં આ અવશેષો અને શિલ્પોને જાહેર જનતા માટે પ્રદર્શનમાં મુકાયા છે. સોમનાથ મંદિરના વિકાસ માટે કેન્દ્ર સરકારે ‘પ્રસાદમ્ યોજના’ હેઠળ અંદાજે રૂ. ૧૩ કરોડની રકમ ફાળવી હતી. જેથી સોમનાથ ટ્રસ્ટની ઓફિસની પાછળ અને વાહન પાર્કિંગની પાસે અદ્યતન ટુરિસ્ટ સેન્ટર બન્યું છે. આ સેન્ટરમાં સોમનાથ મહાદેવ - જૂના પ્રાચીન મંદિરના શિલ્પ સ્થાપત્યોને આકર્ષક રીતે પ્રસ્તુત કરાયા છે.