સોમનાથઃ શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૧૦મી ઓગસ્ટે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર કરાયો હતો. જોકે આ શૃંગાર અને સોમનાથદાદાના પ્રત્યક્ષ દર્શન માટે ખૂબ ઓછા ભાવિકો હાજર હતાં. સામાન્ય રીતે શ્રાવણ માસના સોમવારે મોટી સંખ્યામાં ભાવિકો અહીં આવતા હોય છે, પણ કોરોનાને લઈને આ વર્ષે ભાવિકોની સંખ્યામાં ઘટાડો થયો છે. સોમનાથ ટ્રસ્ટે જણાવ્યું કે, ભક્તોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મંદિરમાં ભીડ ન થાય તેના ચુસ્ત પગલાં લેવાઈ રહ્યાં છે તો શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને લીધે સોમનાથની ઓનલાઈન આરતી અને દર્શનનું નિયમિત પ્રસારણ કરાઈ રહ્યું છે.