વેરાવળઃ રાજક્ષાત્ર સાંસ્કૃતિક ગૌરવ સંસ્થાન – રાજકોટના ધર્મરાજસિંહ વાઘેલા તથા હર્ષભાઈ પટેલ દ્વારા ભોળાનાથ સોમનાથ મહાદેવને એક રંગબેરંગી પાઘડી ચોથી નવેમ્બરે અર્પણ કરવામાં આવી હતી. આ પાઘડીને ખાસ સોમનાથના ઈતિહાસ સાથે જોડી તૈયાર કરવામાં આવી છે. જેમાં વીર હમીરસિંહજી ગોહિલ જેઓએ સોમનાથ મહાદેવની રક્ષા માટે શહીદી વહોરી હતી તેમની પરંપરાને બિરદાવતાં પહેરવામાં આવતી પાઘડી એટલે કે કાઠિયાવાડી પાઘડી ખાસ તૈયાર કરી હતી. પાઘડીની વિશેષતા એ છે કે આ પાઘડી આંટીવાળી પાઘડી તરીકે પણ પ્રખ્યાત છે. જેમાં ૧૨૦ મીટર કાપની આંટીઓ હોય છે. ૭ મીટરનો ઘેરાવ તેમજ ૩૦ મીટરની આ પાઘડી ચોક્કસ થીમ પર બનાવેલી વજનદાર પાઘડી છે. આ પાઘડીમાં ચંદ્ર પણ બિરાજમાન છે.