સજીવ ખેતી અભિયાન સાથે જોડાયેલા અનિરૂધ્ધસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તાજેતરમાં લોકભારતી સણોસરામાં ડેનિમ કંપનીના એક પ્રતિનિધિ મંડળે ખેડૂતો અને કપાસના વેપારીઓની મુલાકાત લીધી હતી અને કંપનીને સીધો જ કપાસનો જથ્થો મળે તેમ જ કંપનીને ક્યા પ્રકારની ગુણવત્તા ધરાવતા કપાસનો જથ્થો જોઈએ છે તે અંગે ખેડૂતોને માર્ગદર્શન આપીને તે પ્રમાણે કપાસ ઉગાડવા સૂચવ્યું હતું.
જીન્સ અંગે એવું કહેવાય છે કે ૧૬મી સદીમાં ભારતમાંથી જે કપાસની નિકાસ થતી હતી તેમાં ડુંગરી નામનું એકદમ જાડું કપડું બનતું હતું તેનો જિન્સ બનાવવામાં ઉપયોગ કરવામાં આવતો હતો. આ કપડાને વાદળી રંગમાં રંગીને મુંબઈના ડોંગરી કિલ્લાની આસપાસ વેચવામાં આવતું હતું, સાગરખેડૂઓ માટે આ પેન્ટ બહુ અનૂકુળ હતું. એ પછી ધીમે ધીમે વિશ્વભરમાં જીન્સની માગમાં મોટો વધારો થયો.