રાજકોટઃ સૌરાષ્ટ્રમાં એકાદ બે જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લામાં અપૂરતા વરસાદ અને જુલાઇ માસ પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી સારા વરસાદના કોઇ એંધાણ નહીં વર્તાતા ઘાસચારો અને પાણીની ખેંચ ઉભી થઇ ગઈ છે.
તમામ જિલ્લાના વહીવટી તંત્રએ ઘાસચારો અને પીવાના પાણીના પ્રશ્નને પ્રાધાન્ય આપી નવેસરથી આયોજન કરવા તૈયારી શરૂ કરી દીધી છે.
રાજકોટ જિલ્લામાં હાલ વિંછિયા અને લોધિકા માટે વધારે ૧ લાખ કિલો ઘાસનો જથ્થો ફાળવવા જિલ્લા કલેકટર
ડો. વિક્રાંત પાંડેએ સરકાર સમક્ષ એક રિપોર્ટ સાથે રજૂઆત કરી છે. ઉપલેટા માટે ૩૦ હજાર કિલો ઘાસનો જથ્થો ફાળવી દેવાયો છે. વરસાદ ખેંચાયો છે તેથી પાણીના ટેન્કરો, સિંચાઇ, બોર વગેરેની સ્થિતિ જિલ્લામાં કેવી છે અને જો વરસાદ ખેંચાય તો કેવી વ્યવસ્થા કરવી પડે તેની સમીક્ષા જિલ્લા કલેકટરે એક બેઠક બોલાવીને કરી હતી.