રાજકોટઃ સૌરાષ્ટ્રની કમનસીબી રહી છે કે ર૪ જેટલા જળાયશો માત્ર પીવાના પાણી માટે હોવા છતાં ઉનાળાના દિવસોમાં આમાંથી મોટાભાગના ડેમ ખાલીખમ જેવા થઈ ગયા હોય છે. ર૪મી એપ્રિલ, ર૦૧૭ની સ્થિતિએ સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડતા ર૪માંથી ૧ર ડેમ રણ મેદાનમાં ફેરવાઈ ગયા છે. આ ૧ર ડેમમાં પીવાના પાણીનો સ્ટોક ઝીરો છે. બાકી રહેલા ૧ર ડેમમાંથી કેટલાક ૩૧ જુલાઈ અને કેટલાક મે મહિના સુધી માંડ ખેંચી શકે તેમ છે. રાજકોટ, રૂડા અને જેતપુરને પાણી પહોંચાડતા ભાદર ડેમમાંથી ર૭ જાન્યુઆરીથી રાજકોટે પાણી ઉપાડવાનું બંધ કર્યં છે. જેતપુરને ૧૦ જૂન સુધી આ ડેમ પાણી આપશે.