સ્ટીમરમાં ગેસ ગળતરથી બે ચીની ક્રૂમેમ્બરનાં મૃત્યુ

Wednesday 25th April 2018 07:55 EDT
 

જામનગર: ચીનથી ‘ભેંગ્યુ હાઇ’ નામની સ્ટીમર કોલસાનો જથ્થો ભરીને નવલખી બંદરે આવી હતી. સ્ટીમરમાં ગેસ ગળતર થતાં સ્ટીમરના ત્રણ ક્રુ મેમ્બર ડોન કુઇ (ઉ. વ. ૩૦), જંગબાયો હાઇ (ઉ. વ. ૫૫) તથા સનઇન ડોન (ઉ.વ.૪૦)ને અસર થઇ હતી. આ ત્રણેયને બાર્જમાં જામનગરના રોઝત બંદરે અને ત્યાંથી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતાં ત્યારે ડોનકુઇ અને જંગ બાયો હાઇના બાર્જમાં જ મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે સનઇન ડોનને બપોરે ગુરુગોવિંદસિંઘ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter