હળવદ: હળવદ તાલુકાના વેગડવાવ ગામમાં રહેતો બાવીસ વર્ષીય વિક્રમ હરેશભાઈ પીપળિયા પોતાના ગામમાં આવેલા હનુમાનજીના મંદિરે સૂઈ ગયો હતો. વિક્રમ બીજા દિવસે સવારે સળગેલી-દાઝેલી હાલતમાં પરિવારજનોને મળી આવ્યો હતો. યુવાનને હળવદમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકના પિતા હરેશભાઈ વિઠ્ઠલભાઈ પીપળિયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમના જ કૌટુંબિક સગા એવા ત્રણ ભાઈઓ મહાદેવ કાનજીભાઈ પીપળિયા, સુરેશ કાનજીભાઈ પીપળિયા તેમજ દીનેશ કાનજીભાઈ પીપળિયાએ વિક્રમને જૂના મન દુ:ખના કારણે જીવતો સળગાવી નાંખ્યો હોઈ શકે છે. પિતાની ફરિયાદ પરથી પુત્રની હત્યાના કારણસર આરોપીઓને ઝડપી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.