અમરેલીઃ હોલિવૂડના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિન ‘છેલ્લો શો’ નામની ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ ૮ ભાષાઓમાં ડબ થઈને વિશ્વસ્તરે રિલીઝ થશે. અત્યારે પાન નલિને ફિલ્મના અંતિમ તબક્કાનું શૂટિંગ ગુજરાતમાં શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામડેથી હોલિવૂડ સુધીની તેમની સફર પર આ ફિલ્મ આધારિત છે. આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેમાં અડધોઅડધ ટીમ હોલિવૂડની છે. આ ફિલ્મનું શૂટિંગ અંતિમ તબક્કામાં છે અને સંભવત: આવતા વર્ષે ૨૦૨૧માં ફિલ્મ રિલીઝ થશે. ‘છેલ્લો શો’ વિશે પાન નલિને જણાવ્યું કે, આ ફિલ્મ ૮ ભાષાઓમાં ડબ થઈને રિલીઝ કરાશે.
સૌરાષ્ટ્રના ગામથી હોલિવૂડની સફર
પાન નલિનનું મૂળ નામ નલિન રમણિકલાલ પંડયા છે. તેઓ ‘સમસારા’, ‘ધ વેલી ઓફ ફ્લાવર્સ’ અને ‘આયુર્વેદા’ જેવી હોલિવૂડની ફિલ્મો અને નેટફ્લિક્સ સિરિઝ ‘એંગ્રી ઇન્ડિયન ગોડેસીસ’ના ડાયરેક્ટર તરીકે જાણીતા છે. તેઓ અમરેલી નજીક ખીજડિયા જંક્શનના વતની છે.