જૂનાગઢઃ ૧૧મી રાષ્ટ્રીય કક્ષાની સાહસિક ગિરનાર સ્પર્ધામાં દસ રાજ્યોના ૪૨૬ સ્પર્ધકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો અને ૧૩૪ સ્પર્ધકોએ સમયમર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી. ચોથી ફેબ્રુઆરીએ સવારે ભવનાથ તળેટીમાં રમત-ગમત રાજ્ય પ્રધાન ઇશ્વરસિંહ પટેલે ભાઇઓ (૫૦૦૦ પગથિયા) અને બહેનો (૨૨૦૦ પગથિયા)ની સ્પર્ધાને ફલેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો હતો. સ્પર્ધાના પ્રારંભ સાથે સ્પર્ધકો વાયુવેગે ગિરનારને સર કરવા દોટ મૂકી હતી અને આ દિલધડક દૃશ્યો નિહાળવા તથા સ્પર્ધકોનો જુસ્સો વધારવા નગરજનો બહોળી સંખ્યામાં તળેટીમાં ઉમટયા હતા.
રાષ્ટ્રીય સ્પર્ધા પૂર્ણ થયા બાદ મંગલનાથ બાપુના આશ્રમમાં કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયાના અધ્યક્ષસ્થાને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.
સિનિયર વિજેતા ભાઈઓ
૧. બિજેન્દ્રકુમાર હરિયાણા ૫૫.૫૧ મિનિટ
૨. ગોહિલ શક્તિસિંહ ગુજરાત ૫૯.૩૪ મિનિટ
૩. રાઠોડ અમિત ગુજરાત ૬૦.૦૫ મિનિટ
સિનિયર વિજેતા બહેનો
૧. ભૂત ભૂમિકા ગુજરાત ૩૯.૪૪ મિનિટ
૨. ગોહિલ ગીતા ગુજરાત ૪૧.૪૩ મિનિટ
૩. બારિયા નેહલ ગુજરાત ૪૨.૪૦ મિનિટ
જુનિયર વિજેતા ભાઈઓ
૧. પરમાર ચીમન ગુજરાત ૬૩.૧૮ મિનિટ
૨. બંભણિયા સંજય ગુજરાત ૬૫.૨૬ મિનિટ
૩. રાઠોડ મનિષ ગુજરાત ૬૬.૧૦ મિનિટ
જુનિયર વિજેતા બહેનો
૧. ગસચર વાલી ગુજરાત ૪૧.૦૯ મિનિટ
૨. વંશ રાણા ગુજરાત ૪૩.૦૯ મિનિટ
૩. રાઠોડ હિમા ગુજરાત ૪૩.૧૦ મિનિટ