જૂનાગઢઃ નામ એનું મીત ચૌહાણ. અમરેલીનો રહેવાસી, ઉમર ફક્ત ૧૯ વર્ષ. મીત બે વર્ષ પહેલાં ધો. ૧૨ (કોમર્સ)ની પરીક્ષામાં નાપાસ થયો. વખતે તેના પિતા બિમાર પડ્યા. આથી ઘરની જવાબદારી આવી પડી. નછૂટકે ખાનગીમાં રૂ. ૨૫૦૦ જેવા મામુલી પગારથી પટ્ટાવાળાની નોકરી સ્વીકારવી પડી. મિત્રો તેની મજાક પણ કરતા. પણ તે હિંમત હાર્યો. આખરે તેણે સાઇબર ક્રાઇમનાં મહત્ત્વનાં ટોપીક એથીકલ હેકીંગ પર પુસ્તક લખવાનું શરૂ કર્યું.
મીત કહે છે, આખો દિવસ નોકરી કરીને ઘેર આવું. ને પછી રાત્રે બેસીને બુક લખું. રીતે બે વર્ષે મારી બુક લખાઇ. જેના કોપીરાઇટ્સ અમેરિકાની એક આઇટી ક્ષેત્રની કંપનીએ લઇ લીધા. અને જુદા જુદા ૧૩ દેશોમાં તેનું પ્રકાશન કર્યું છે. કંપનીએ પોતાને લેખક તરીકેનો દરજ્જો પણ આપ્યો છે, એમ મિત કહે છે. હાલ મિત સાઇબર ક્રાઇમને લગતા કોયડા ચપટી વગાડતામાં ઉકેલી શકે છે. હવે જોકે, તે એક વેબસાઇટમાં નોકરી કરે છે.