૧૩ વર્ષની બાળકી પર ૧૨ વર્ષના ૨ બાળકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું

Saturday 20th March 2021 03:29 EDT
 

રાજકોટ: શહેરના કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને તેના જ એપાર્ટમેન્ટમાં રહેતા ૧૨ વર્ષના બે તરૂણોએ ગાસી પર શ્વાન રમાડવાના બહાને બોલાવી તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
કાલાવડ રોડ પર મોટામવા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને છઠ્ઠા માળે અને બીજા માળે રહેતા ૧૨-૧૨ વર્ષના બે તરૂણે બોલાવી હતી. બાળા પાસે બે શ્વાન હોઇ બંને તરૂણે શ્વાનને લઇને અગાસી પર રમવા આવવા માટે કહ્યું હતું. બંને તરૂણો પાડોશી હોય ૧૩ વર્ષની તરૂણી સહજ રીતે તેના બે શ્વાન લઇને અગાસી પર પહોંચી હતી.
તરૂણી અગાસી પર પહોંચી તે સાથે જ અગાસીનો દરવાજો બંધ કરી બંને તરુણોને બળજબરી કરી તેના પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. બંનેના સકંજામાં છુટીને સગીરા ઘરે પહોંચી હતી અને માતાને જાણ કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter