જૂનાગઢઃ કેટલાક સમય પહેલાં ગીરમાંથી ૧૫ માનવભક્ષી સિંહ અને બે સિંહણને વનતંત્ર દ્વારા નજરકેદ કરાયા હતા. તાજેતરમાં સરકારની મંજૂરીથી આ સિંહોની સજા પૂર્ણ ગણી જંગલમાં છોડી મુકાયા છે જ્યારે સિંહણને બચ્ચાં મોટા થતાં મુક્ત કરાશે. વન્યવિભાગે આ અંગે જણાવ્યું હતું કે, પ્રાણીઓને કાયમી નજરકેદમાં રાખવા સામે પ્રાણીપ્રેમીઓએ સરકારમાં રજૂઆત કરતાં કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સરકારે સિંહોને મુક્ત કરવા જણાવ્યું હતું. જે સૂચનાનું પાલન કરતાં સિંહોને મુક્ત કર્યાં છે.