રાજકોટ: વર્ષ ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણી વખતે પરિણામોમાં ૧૩ મુખ્ય શહેરી વિસ્તારમાં ઝંઝાવાત વચ્ચેય ભાજપનો દબદબો રહ્યો હતો. કેશુભાઈ પટેલે એ વખતે ભાજપ સામે બગાવત કરી હતી આની વચ્ચે ભાજપ સડસડાટ મુશ્કેલીઓ પાર કરી બહાર આવી ગયું હતું. રાજકોટની ત્રણ બેઠકોમાંથી એ વખતે બે ભાજપને મળી હતી અને કોંગ્રેસને એક મળી હતી. રાજકોટના શહેરીજનોએ કોંગ્રેસને પણ તક આપી હતી. જામનગર શહેરમાં બે બેઠકમાંથી એક બેઠક ભાજપ અને એક બેઠક કોંગ્રેસને મળી હતી. જૂનાગઢમાં એક બેઠક ભાજપ વિજેતા થયો હતો. અમરેલીમાં કોંગ્રેસ બેઠક મેળવી હતી.
મોરબીમાં એક એક બેઠક હતી. એ ભાજપે મેળવી હતી. અગાઉ ધોરાજી બેઠક સ્વતંત્ર હતી પણ ૨૦૧૨માં ધોરાજી ઉપલેટા સંયુક્ત બેઠક ચૂંટણી પંચે રચી હતી. એમાં સૌ પ્રથમ કોંગ્રેસના વિઠ્ઠલ રાદડિયા વિજેતા થયા હતા. એ પછી ભાજપમાં તે ગયા હતાત અને બેઠક પર રાજીનામું આપ્યું હતું. જે ફરી ભાજપને ફાળે ગઈ હતી. ગોંડલમાં ભાજપ, ભાવનગરની બંને બેઠકો ભાજપ, સુરેન્દ્રનગરની બેઠક પણ ભાજપ હસ્તક રહી હતી. આ વખતે શહેરી વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળશે.