રાજકોટઃ શાપર-વેરાવળમાં ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રહેતા અને કારખાનામાં કામ કરતા મૂળ બિહારના પરિવારની ૩ વર્ષની પુત્રી ઘર પાસે રમતી હતી ત્યારે પડોશમાં જ રહેતો અને દીકરીના પિતાનો માસીયાઈ ભાઈ રાજેન્દ્રકુમાર મંડલ ત્યાં આવ્યો હતો.
રાજેન્દ્રકુમાર ૩ વર્ષની ભત્રીજીને રમાડવાના બહાને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને એ પછીથી તે પોતાના રૂમના દરવાજા બંધ કરીને બાળકી સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. તે સમયે જ બાળકીની માતા રાજેન્દ્રકુમાર મંડલના ઘરે પહોંચી હતી. તેણે બાળકી સાથે અત્યાચાર થતો જોઈને બૂમાબૂમ કરી મૂકતાં આસપાસના રહેવાસીઓ એકઠા થઈ ગયા હતા અને રાજેન્દ્રને પોલીસ પકડે એ પહેલાં ટોળાએ બેફામ માર મારતાં તેની ધરપકડ બાદ તેને પોલીસ બંદોબસ્ત હેઠળ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે આ વિકૃત માણસે અગાઉ બિહારમાં પણ એક બાળકીને હવસનો શિકાર બનાવી હતી અને એ ગુનામાં તે જેલમાં પણ રહ્યો હતો.