૩૦ હજાર મા-દીકરી / સાસુ-વહુઓનું સ્નેહમિલન

Wednesday 31st January 2018 10:10 EST
 
 

રાજકોટ: પટેલ સેવા સમાજ દ્વારા રાજકોટ શહેરના સ્પીડવેલ પાર્ટીપ્લોટમાં રવિવારે પાટીદાર મહિલાઓનું વિશાળ અને ઐતિહાસિક સ્નેહમિલન યોજાયું હતું. ‘એક બીજાને ગમતા રહીએ’ના સૂત્ર સાથે યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં અંદાજિત ૩૦ હજાર મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમ વખત યોજાયેલા આ ભવ્ય અને ઐતિહાસિક મહિલા સ્નેહમિલન એ મહિલા સશક્તિકરણના ક્ષેત્રમાં નવો અધ્યાય સ્થાપિત કરશે. ૯૦ વર્ષથી વધુ ઉંમરની ૪૦ વડીલ મહિલાઓનું શાલ ઓઢાડી-બુકે આપી સન્માન કરાયું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter