પોરબંદરઃ મહેર સમાજની આશરે ૩,૦૦૦ જેટલી બહેનો કરોડો રૂપિયાના સોનાનાં આભૂષણો પહેરી દર વર્ષે રાસ-ગરબાની રમઝટમાટ બોલાવે છે. સોનાના ઝુમણાં, કાઠલી, કડલી, પાવના, કોલર, ચંદનહાર, કાનમાં વેઢલા, ડુલ સહિત એક બહેન આશરે ૨૦થી ૨૫ તોલા સોનું પહેરીને રાસ ગરબે ઘૂમીને માતાજીની આરાધના કરે છે અને રાસોત્સવની રમઝમાટ બોલાવે છે. મહેર જ્ઞાતિ દ્વારા દર વર્ષે નવરાત્રિ આ રીતે જ ભવ્ય આયોજન કરવામાં આવે છે.