રાજકોટમાં આવેલા ગુજરાતના સૌથી મોટા ૨૮૦૦ વાર જગ્યામાં ફેલાયેલા અને લાખો જૈનોની આસ્થાનું કેન્દ્ર એવા માંડવી ચોક જિનાલયમાં આબુના પહાડોમાંથી પ્રગટ થયેલી ૩૫૦૦ જૂની આદેશ્વર દાદાની પ્રતિમા, પાટણવાવ નજીક ઓસમ ડુંગરમાંથી ૧૧૦૦ વર્ષ પ્રાચીન ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અને ૪૦૦ વર્ષ જૂની મણિભદ્ર દાદાની પ્રતિમા બિરાજમાન છે. પર્યુષણ પર્વે આ પ્રતિમાઓને ૭૦૦ કિલો ચાંદી, અઢી કિલો સોનું અને ૧.૨૫ કરોડ રૂપિયાના રિયલ ડાયમંડનો શણગાર કરાયો હતો.