જૂનાગઢઃ ૩૧ ઓક્ટોબરની મધ્યરાત્રિથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો હતો. વિધિવત પ્રારંભનાં ત્રણ દિવસ પહેલા જ જોકે પરિક્રમા શરૂ થઈ ગઈ હતી. ત્રણ દિવસ વહેલી પરિક્રમા શરૂ થવાનાં કારણે બે દિવસ વહેલી પરિક્રમા પૂર્ણ થઈ છે. સત્તાવાર પરિક્રમા ૪ નવેમ્બરના પૂર્ણ થવાની હતી, પરંતુ તે પહેલા ૩૧મી ઓક્ટોબરે તો પરિક્રમા પૂર્ણ થઈ ગઈ હતી. પરિક્રમા વિધિવત શરૂ થાય તે પહેલા ૭,૧૩,૫૨૦ યાત્રાળુએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. બીજી નવેમ્બરે વિધિવત પરિક્રમા પૂર્ણ કરનારા ભક્તોની સંખ્યા ૩,૭૯,૧૫૮ નોંધાઈ હતી. વન વિભાગનાં આંકડા મુજબ ચાલુ વર્ષે પરિક્રમામાં કુલ ૮,૬૫,૮૨૩ યાત્રાળુઓ નોંધાયા છે. વર્ષ ૨૦૧૬માં પરિક્રમામાં ૬,૦૧,૦૦૦ યાત્રાળુઓ નોંધાયા હતાં ગત વર્ષે પરિક્રમા પહેલા ૫૦૦ અને ૧૦૦૦ નોટ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરિણામે ૩ લાખ યાત્રાળુઓમાં ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે ગત વર્ષ કરતા ૨,૬૪,૮૨૩ યાત્રાળુઓ વધ્યા છે.