રાજકોટઃ નાગરિક સહકારી બેંક - રાજકોટ દ્વારા કોરોના વાયરસની જાગૃતિ માટે પદ્મભૂષણ ડો. બી. એમ. હેગડે અને જાણીતા ડો. બિશ્વરૂપ રોય ચૌધરી સાથે ૧૪મી માર્ચે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. બંને તબીબોએ સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, દવાઓ, રસી, સેનેટાઇઝર બનાવતી કંપનીઓએ મિલીભગતથી કોરોનાને મોટું રૂપ આપી દેવાયું છે. બાકી કોરોના વાયરસથી મૃત્યુ થતા નથી. ભયથી મૃત્યુ થાય છે. આગામી ૧મહિનામાં કોરોનાનું નામોનિશાન જ નહીં હોય.
ડો. બી. એમ. હેગડેએ જણાવ્યું હતું કે, કોરોના એ માઇલ્ડ વાયરસ છે. એ કિલર નથી. તે હવામાં ફેલાઇને ચેપ લગાડતો નથી. સ્પર્શથી, હાથ મિલાવવાથી, ભેટવાથી આ વાયરસ લાગુ પડે છે. લોકોએ કોરોનાથી ડરવાની જરૂર નથી. માત્ર સાવચેતી રાખવાની છે. ગરમી વધશે તેમ કોરોનામાંથી બહુ જલદી મુક્તિ મળશે. તાવ, શરદી હોય તો ખૂબ પાણી પીઓ, સાદું ભોજન લો અને આરામ કરો. આ જ વાયરસને ડામવાની દવા છે. વાયરસ માટે બજારમાં કોઇ દવા નથી.
ડો. બિશ્વરૂપ રોય ચૌધરીએ કહ્યું કે, કોરોના એ નવો કે આજકાલમાં આવેલો વાયરસ નથી. દરેક વ્યક્તિ તાવ, શરદી અને ઉધરસમાંથી પસાર થઇ જ હશે. આ બીમારી મટી પણ ગઇ હશે. બની શકે કે જે તે સમયે તાવ, શરદી થયા હોય તે કોરોનાને કારણે પણ થયા હોય. કોરોના વાયરસની ઓળખ ઊભી કરી, તેને મોટું રૂપ આપી ભય ફેવાવવામાં આવી રહ્યો છે. ચીનમાં કે ઇટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે તેવા લોકોને કોઇને કોઇ બીમારી હતી તેવો રિપોર્ટ ગયા તાજેતરમાં જારી થયો છે. હૃદયરોગ હોય, કીડની ફેઇલ હોય તેવા લોકોને આ વાયરસ તરત લાગુ પડે છે. આવી ગંભીર બીમારી હોય તેવા લોકોને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. એટલે એ લોકો મૃત્યુ પામે છે ને મૃત્યુનો દોષ કોરોનાને દેવામાં આવે છે.
તાવ આવતો હોય તો તાવને ઉતારવાની દવા લેવી નહીં. કારણ કે ગરમ જગ્યાએ વાયરસ ટકતો નથી અને મરી જાય છે. તાવ વખતે આપણું શરીર ગરમ હોય છે. શરીરમાં વાયરસ પ્રવેશ્યો હોય તો પણ તે ત્રણ દિવસમાં નાશ પામે છે. જો તાવ ઉતારવાની દવા લઇએ તો શરીર ઠંડુ પડે છે અને વાયરસની સંખ્યા ઝડપથી વધે છે. તાવ આવ્યો હોય ત્યારે રોજ પાંચ ગ્લાસ નાળિયેર પાણી પીવું અને પાંચ ગ્લાસ સિટ્રસ ફ્રૂટ જયુસ પીવો તો તાવ ઉતરી જશે. અને વાયરસ પણ નાશ પામશે.